Published December 16, 2018 | Version v1
Journal article Open

ધ્રૂવસ્વામિનીદેવી - એક પાત્ર, બે નાટક - ડૉ. હીરજી સિંચ

Description

ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વના નાટ્યકાર છે કનૈયાલાલ મુનશી. એમની પાસેથી જેટલા નાટકો મળ્યા છે એમાં 'ધ્રુવસ્વામિનીદેવી' ખૂબ લોકપ્રિય નાટક છે. જે સમયે ગુજરાતી ભાષામાં મુનશી 'ધ્રુવસ્વામિનીદેવી' લખે છે એ જ સમયગાળા દરમિયાન હિન્દી સાહિત્યમાં કવિશ્રી જયશંકર પ્રસાદ પાસેથી 'ધ્રુવસ્વામિની' નાટક મળે છે. ભારતીય ભાષાના બે સમર્થ સર્જક પાસેથી એક વિષય ઉપર એક જ સ્વરૂપમાં સર્જન મળે એ સુખદ સમન્વય થાય છે. અહીં આ બંને નાટકોમાં રહેલી સમાનતા અને બંને નાટકમાં રહેલ વિષમતા વિષે વિશદ ચર્ચા કરવામાં આવી છે. બંને નાટકોના પાત્રો, ઘટનાઓ, સંવાદો, ભાષા વગેરેમાં રહેલી વિશેષતાઓ અહીં સ્થાન પામી છે.

Files

ધ્રૂવસ્વામિનીદેવી - એક પાત્ર, બે નાટક - HIRJI SINCH.pdf