Published August 2, 2026
| Version v1
Journal article
Open
દૂધમાં ભેળસેળ : જનસ્વાસ્થ્ય માટે ગંભીર પડકાર
Authors/Creators
Description
વિશ્વભરમાં કરોડો લોકો દરરોજ દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે. દૂધ અને દુગ્ધ ઉત્પાદનો લોકો માટે પૌષ્ટિક આહારનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. સાથે સાથે, તે ખેડૂતો, દૂધ એકત્ર કરનારાઓ, દૂધ પ્રોસેસ કરનારાઓ, દુકાનદારો અને ડેરી વ્યવસાય સાથે જોડાયેલા અન્ય લોકોને રોજગાર અને આવકની તક પણ આપે છે. તેમાં પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, વિટામિન અને અન્ય પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને દર્દીઓ માટે દૂધ ખૂબ જ જરૂરી હોઈ છે. પરંતુ, બીજી તરફ વધતા વ્યાપારીકરણ અને નફાખોરીના કારણે આજે દૂધમાં ભેળસેળ એક ગંભીર સમસ્યા બનીને ઉભરી છે. આ ભેળસેળવાળું દૂધ માત્ર તેની ગુણવત્તા ઘટાડે છે એટલું જ નહીં, પરંતુ માનવ આરોગ્ય માટે પણ જોખમ ઊભું કરે છે.