આદિવાસી યુવક યુવતીઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોને કારણે આવેલા પરિવર્તનનો એક અભ્યાસ ( નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સંદર્ભમાં )
Authors/Creators
- 1. 1Research Scholar College Name & College City: Gujarat Vidyapith, Randheja
- 2. 2Associate Professor College Name & College City: Gujarat Vidyapith, Randheja
Description
ભારતીય સંમાંજને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે. જેમાં ૧) શહેરી સમુદાય ૨) ગ્રામીણ સમુદાય ૩) આદિવાસી સમુદાય. જેમાં ત્રણે સમુદાયોમાં તેઓની રહેણી કરણી, રીત રીવાજો, રૂઢિઓ, જીવનશૈલી, ધર્મ વગેરે જેવી બબોતોમાં વિવિધતા જોવા મળે છે. આદિવાસી સમુદાયમાં વર્તમાન સમયમાં ઘણા એવા ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું છે. જેમાં આદિવાસી યુવાનોનો ફાળો વધારે જોવા મળે છે. શિક્ષણમાં જાગૃતતા આવવાને કારણે આદિવાસી યુવાનો શિક્ષણની જુદી -જુદી ફેકલ્ટીમાં શિક્ષણ મેળવતા ગયા છે. શિક્ષણમાં પરિવર્તન આવવાને કારણે આદિવાસી સમુદાયના આંતરિયાળ ગામડા ઓમાં અર્થિક વિકાસ થયેલો જોવા મળે છે.કમ્પ્યુટર જ્ઞાનમાં વધારો થયેલો હોવાના કારણે તેઓ બહારના જગતને જાણતા અને સમજતા થયા છે.લોકોના મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી તેઓ હાલમાં આધુનિક ખેતી કરતા થયા છે. જેમાં ટેકનોલોજી ના ઉપયોગથી ખેતીમાં મબલક પાક લેતા થયા છે. અને ખેતીના વ્યવસાયમાંથી આગળ વધ્યા છે. સામાજિક રીતે આપણા સમાજમાં, સામાજિક રાજકીય વયક્તિગત તેમજ બેરોજગારી જેવી અનેક સમસ્યા જોવા મળે છે. આવી વિભિન્ન પ્રકારની સમસ્યાઓ દૂર કરવા સરકાર દ્રારા ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્રારા યુવક – યુવતીઓ સ્વરોજગારી મેળવે છે. તેની જાણકારી મેળવવા માટે આ સંશોધન વિષય પસંદ કરેલ છે.
ડેલ બીચના મત મુજબ “ તાલીમ એ વ્યવસ્થાતંત્રીય કાર્યવાહી છે. જેના દ્રારા લોકો જ્ઞાન અને કૌશલ્યની સમજણ મેળવે છે તે તેનો હેતુ છે.” શ્રી ઈ.બી ફિલિપોના મત મુજબ “ અમુક કાર્ય કરવા માટે કર્મચારીમાં જરૂરી જ્ઞાન અને બુધ્ય્ચાતુર્ય વધારવાની પ્રવૃત્તિ એટલે તાલીમ “ આઝાદી પછી આદિવાસીઓના વિકાસ માટે સરકાર દ્રારા જુદા-જુદા પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં તેમના વિકાસ અને કલ્યાણ માટે સરકારે વિવિધ યોજનાઓ દાખલ કરી છે. કેટલીક સ્વેચ્છિક સંસ્થાઓ અદિવાસીઓના વિકાસ માટે ખાસ પ્રયત્નો કરી રહી છે. વિવધ યોજનાઓમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો સમાવેશ થાય છે. જેમાં આદિવાસી યુવાનોને જરૂરીયાત મુજબની તાલીમ આપીને તેઓના કૌશલ્ય માં વધારો કરી રોજગારી મેળવતા થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રોનો પારંભ રાજકોટમાં ૨૦૧૦-૨૦૧૧ માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ૧૫૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમય જતા ૨૦૧૧-૨૦૧૨ માં બીજા ૧૫૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કર્યા. તેમજ ૨૦૧૨-૨૦૧૩ માં બીજા ૩૫ કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કર્યા જેમાં ૩૦ કૌશલ્ય વર્ધન કેન્દ્ર માત્ર અનુસુચિત જનજાતિ માટે ફાળવવામાં આવ્યા હતા. અને બાકીના ૫ કેન્દ્રો દિવ્યાંગો માટે ફાળવવામાં આવ્યા. રાજય સરકાર દ્રારા આ યોજના ચલાવવામાં આવે છે.
કૌશલ્ય વર્ધન કેન્દ્રને શરૂ કરવાનો સરકારનો મુખ્ય હેતુઓ એ હતા કે જેમાં યુવાનોને રોજગારી મળી રહે. સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રોમાં તાલીમ આપી શકાય યુવાનોના રોજગારી માટે પોતાની સ્થાનિક વિસ્તારમાં વ્યવસાય ઉભા કરી શકે તેમજ અન્ય બીજા સ્થાને સ્થળાંતર કરીને પણ રોજગારી મેળવી શકે. યુવાનોના રસના વિષયની તાલીમ મળી રહે છે અને તેમાં તે કૌશલ્ય નો વિકાસ કરી શકે છે. યુવાનો પોતાના વિસ્તાર માં રહીને રોજગારી મેળવે અને અને પોતાનું જીવન જીવી શકે . આ ધ્યેય સાથે ગુજરાત સરકાર યુવાનો સુધી આપતી કુશળતા વિકાસ તાલીમ ગામ કલસ્ટર તાલીમ કેન્દ્રો મારફતે ગામડાવો માં સરૂ સ્વર્ણિમ ગુજરાત ગામ્ય કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજના હેઠળ છે. તે સામાન્ય વિસ્તાર માં ૧૦,૦૦૦ કરતા વધુ વસ્તી ને આસપાસ ૭ થી ૧૦ ગામડાઓ ના કલસ્ટર માટે આદિવાસી વિસ્તાર માં ૭૦૦૦ વસ્તી ધરાવતા શેહરી ગામો માં કૌશલ્ય વર્ધન કેન્દ્ર સ્થાપિત કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું .
ચાવીરૂપ શબ્દો – આદિવાસી , યુવકો , કૌશલ્ય વર્ધન કેન્દ્ર , પરિવર્તન