Published August 5, 2023 | Version v1
Conference paper Open

મહિલાઓ અને માનસિક સ્વાસ્થ્ય

  • 1. Assistant Professor (GES-)

Description

પ્રસ્તુત શોધપત્રમાં મહિલાઓ અને તેમના માનસિક સ્વાસ્થ્યની ચર્ચા કરવામાં આવી છે, મહિલાઓ પોતાના જીવન દરમિયાન ઘણા પડકારોનો સામનો કરે છે, તેમજ તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી બધી અસરો થાય છે. સુખી જીવન માટે માનસિક સ્વાસ્થ્ય એ આવશ્યક પાસું છે. એક સહાયક અને સહાનુભૂતિશીલ સમાજની રચના કરવા માટે મહિલાઓને લગતી મુશ્કેલીઓને સમજવી ખુબજ મહત્વપૂર્ણ છે. અહી સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરતા વિવિધ પરિબળો જેમકે લૈંગિક અસમાનતા, સામાજિક તેમજ સાંસ્કૃતિક દબાણો, માનસિક રોગ અને ભ્રમણાના કારણો, જીવનમાં લાગેલા આઘાતો, મહિલાઓ અને આત્મગૌરવ તેમજ માનસિક સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યાઓની સરળ ભાષામાં ચર્ચા કરવામાં આવી છે, આ ઉપરાંત ચોક્કસ માનસિક સ્વાસ્થ્ય પડકારો તેમજ પોસ્ટપાર્ટમ માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર પણ ભાર મુકવામાં આવ્યો છે. મહિલાઓમાં આત્મહત્યાના કારણોની પણ સમજણ આપવામાં આવી છે. અંતે, મહિલાઓ માટે સમાવિષ્ટ અને સંવેદનશીલ માનસિક સ્વાસ્થ્ય સંભાળની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે તેમને સહાયક વાતાવરણ બનાવવું, તેમની માનસિક સુખાકારીને પ્રાથમિક્તા આપવી, તેમના સશક્તિકરણ માટે પ્રયત્ન કરવા તેમજ મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા માટે થોડા દયાળુ અભિગમને અપનાવવાનો ઉદેશ્ય છે.

Files

104780009 (3).pdf

Files (3.4 MB)

Name Size Download all
md5:a38d27ffce9a2bc099e479b42927ddb6
3.4 MB Preview Download